મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં SOG પોલીસે ગેસ સિલિન્ડરનું કૌભાંડ ઝડપી પાડ્યું, આરોપીઓએ રાખ્યું હતું ગોડાઉન

Ahmedabad News: ગુજરાતમાંથી સતત કોઈકને કોઈક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવામાં અમદાવાદમાંથી ગેસ સિલિન્ડરનું કૌભાંડ સામે આવ્યું છ

Ahmedabadમાં SOG પોલીસે ગેસ સિલિન્ડરનું કૌભાંડ ઝડપી પાડ્યું, આરોપીઓએ રાખ્યું હતું ગોડાઉન

Ahmedabad News: ગુજરાતમાંથી સતત કોઈકને કોઈક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવામાં અમદાવાદમાંથી ગેસ સિલિન્ડરનું કૌભાંડ સામે આવ્યું છે. ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ શહેરના સરખેજમાં પતરાનાં ગોડાઉનમાં એસઓજીએ દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કોમર્શીયલ સીલિન્ડર રીફિલ કરતા હતા.

મળતી માહિતી પ્રમાણે, કૌભાંડ કરવા માટે આરોપીઓએ ગોડાઉન રાખ્યું હતું. 2.32 લાખનાં 241 ગેસનાં સિલિન્ડર સાથે બે આરોપીની ધરપકડ થઈ છે. જેમાં રાજેશ પરમાર અને હરજીભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે આરોપીઓની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો