Rajkot news: નિર્માણાધીન બ્રિજનો એક ભાગ બેસી ગયો, અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લઇ આપ્યા આ આદેશ
રાજકોટમાં રૂપિયા ૭૪ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા

રાજકોટમાં રૂપિયા ૭૪ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સાંઢિયા પુલના ટેકા એકાએક ખસી જતા સ્લેબ નમી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી જઈ નિર્માણાધીન કામગીરીને વધુ ચોકસાઈપૂર્વક કરવા આદેશ આપ્યા છે.
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્ર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં તસ્દી લેતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે રાજકોટ-જામનગરના સાંઢિયા પુલના નવીનીકરણમાં મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે. ૭૪ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના ટેકા એકાએક ખસી જતા સ્લેબ નમી ગયો હતો. ટેકા ખસી જતા છતમાં અઢી ફૂટ જેટલું ગાબડું પડતા અધિકારીઓને દોડવું પડ્યું હતું.
આ ઘટના બાદ નિર્માણાધીન કામગીરી વધુ સઘન બનાવવા આદેશ અપાયા છે. નવા બ્રિજમાં ૨૦ પિલર ઉપર ૧૨૦ ગડર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દોઢ મહિનામાં ૬૫ ટકા કામગીરી કરાઈ છે અને આગામી માર્ચ સુધીમાં કામ પૂર્ણ કરવા તૈયારી છે. સમગ્ર મામલે સીટી ઇજનેર અતુલ રાવલે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી, એક પ્લેટ હતી તેનો બોલ્ટ તૂટ્યો હતો. તે પ્લેટ દૂર કરવામાં આવી છે અને કામગીરી યથાવત છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી.






