અમરેલી-જૂનાગઢ વચ્ચે ચાલશે પરિક્રમા સ્પેશિયલ ટ્રેન, રાજ્યના આ જિલ્લાઓને મળશે લાભ
ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમા અને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે દર વર્ષની જેમ આ

ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમા અને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: અમદાવાદ/ રામોલ તોડકાંડ મામલે એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, અન્ય જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
જૂનાગઢમાં ૧૨ નવેમ્બરથી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે તા. ૧૧-૧૧થી તા. ૧૭-૧૧ સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલીથી જૂનાગઢ જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય
અમરેલી પરા (૦૯.૦૬/૦૯.૦૭),
ચલાલા (૦૯.૩૩/૦૯.૩૪),
ધારી (૦૯.૫૪/૦૯.૫૫),
ભાડેર (૧૦.૧૫/૧૦.૧૬),
જેતલવડ (૧૦.૩૬/૧૦.૩૭),
વિસાવદર (૧૦.૫૩/૧૧.૧૫),
જુની ચાવંડ (૧૧.૨૮/૧૧.૨૯),
બિલખા (૧૧.૪૪/૧૧.૪૫) અને તોરણીયા (૧૧.૫૩/૧૧.૫૪) રહેશે
જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય
તોરણીયા(૧૫.૫૩/૧૫.૫૪),
બિલખા (૧૬.૦૪/૧૬.૦૫),
જુની ચાવંડ (૧૬.૨૦./૧૬.૨૧),
વિસાવદર (૧૬.૩૫/૧૬.૫૦),
જેતલવડ (૧૭.૦૬/૧૭.૦૭),
ભાડેર (૧૭.૨૭/૧૭.૨૮),
ધારી (૧૭.૪૮/૧૭.૪૯),
ચલાલા (૧૮.૨૩/૧૮.૨૪)
અમરેલી પરા (૧૮.૫૪/૧૮.૫૫) રહેશે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરના જણાવ્યા મુજબ અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે અને બપોરે ૧૨.૪૦ કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૫.૩૦ કલાકે ઉપડશે અને ૧૯.૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.
પરિક્રમાને હવે ગણતરીના કલાકો જ બાકી
ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે. સરકારના અલગ અલગ વિભાગો દ્વારા મોટાભાગની વ્યવસ્થાઓ પૂરી કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેકટર, ડીડીઓ, પોલીસ વડા, વન વિભાગના ડીસીએફ, વીજ તંત્રના ઉચ્ચ અધિકારી સહિતનાઓએ પરિક્રમા રૂટ પર જાત નિરીક્ષણ કરી અલગ અલગ વ્યવસ્થાઓ માટે સૂચના આપી છે








