અમરેલી લેટરકાંડ મામલો: પાટીદાર યુવતીના ન્યાય માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી આમરણાંત ઉપવાસ પર
અમરેલીના લેટરકાંડનો મામલો હલ થવાને બદલે દિવસેને દિવસે ગુંચવણભર્યો બનતો જાય છે. અમરેલી લેટરકાં

અમરેલીના લેટરકાંડનો મામલો હલ થવાને બદલે દિવસેને દિવસે ગુંચવણભર્યો બનતો જાય છે. અમરેલી લેટરકાંડ મામલે રાજ્યભરનું રાજકારણ ગરમાયું છે. તેમાં ચર્ચામાં રહેતા લગભગ તમામ રાજકીય પાર્ટીઓએ આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એવામાં કોંગ્રેસના પૂર્વ નેતા પરેશ ધાનાણી તેમજ અન્ય સામાજીક આગેવાનો અને પાર્ટીના સદસ્યો દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.
અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીને ન્યાય આપવા બાબતે આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના સદસ્યો ઘરણા ઉપર ઉતરી આવ્યા છે. જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
તમને જણાવી દઈએ કે, અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે અમરેલી લાવતા સમયે તપાસ ટીમને વચ્ચે રોકી દેવાઈ હતી. મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે રસ્તામાં જ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી. કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ ટીમને રોકી ‘મેડિકલ તપાસ અત્યારે નહીં પણ સવારે કરવા’ માટેની માંગ કરાઈ હતી. આ સમગ્ર મામલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવામાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.
આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર,રાજકોટ ,જામનગર અને અમદાવાદ સહિતના ઘણા નેતાઓ જોડાયા હતા. લલિત કગથરાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, આ કોઈ પાર્ટીની કે સમાજની વાત નથી. પાયલ ગોટીને ગુનેહગાર બનાવી રાતે બાર વાગે ધરપકડ કરી, સરઘસ કાઢી માર મારવામાં આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતની દીકરી માટે સવાલ ઉભો થાય છે. આખા ગુજરાતની બહેનો દીકરીઓ માટેનો પ્રશ્ન છે, માટે નારીને ન્યાય અને સ્નમાન આપવા માટેનું આ સ્વાભિમાન ઉપવાસ આંદોલન છે.






