મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'ચાલુ ક્લાસે ઊંઘી જાય છે શિક્ષિકા', નસવાડીમાં જર્જરીત શાળા મુદ્દે વાલીઓમાં આક્રોશ

નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકા કર્મચારી ચાલુ વર્ગમાં સૂઈ જાય છે. પ્રા

નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકા કર્મચારી ચાલુ વર્ગમાં સૂઈ જાય છે. પ્રાથમિક શાળામાં બે જ શિક્ષકો છે અને બે બાળકો શાળામાં રજીસ્ટર્ડ છે. 10 બાળકોએ 1 શિક્ષકની જરૂરિયાત ગણાય છે. ત્યારે નસવાડી વિસ્તારમાં શાળામાં માત્ર બે બાળકો હોવાથી સરકારનો લાખો રૂપિયાનો પગાર મફતમાં વેડફાય છે.  

સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે એક શિક્ષિકા બેન બીમાર રહે છે અને શાળામાં આવે ત્યારે ઊંઘી જાય છે. આવી રીતે શાળા ચાલતી હોવાથી બાળકો પ્રાથમિક શાળામાં આવતા જ નથી. શાળામાં બાળકોની સંખ્યામાં ઘટાડો થવા પાછળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબદાર છે. માનસિક રીતે અસ્વસ્થ શિક્ષિકા બેને દવા ચાલુ હોવાનું પણ કબૂલ્યું હતું. 

સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળાની આસપાસ 400 જેટલા ઘરોની વસ્તી હોવા છતાં સરકારી શાળાની સ્થિતિ સારી ના હોવાથી વાલીઓ મોંઘીદાટ ફી ચૂકવીને ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે. શાળાની સ્વચ્છતાની ગ્રાન્ટ પણ આચાર્યે વાપરી હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે. પ્રાથમિક શાળાઓમા ચાલી રહેલા અંધેર વહીવટ પાછળ જવાબદાર કોણ.

આ સમાચાર શેર કરો