મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તરાયણ અગાઉ વાલીઓ સાવધાન, સુરતમાં નાનાભાઈએ પતંગનો દોરો ન આપતાં 10 વર્ષના બાળકે ખાધો ફાંસો

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક

ઉત્તરાયણ અગાઉ વાલીઓ સાવધાન, સુરતમાં નાનાભાઈએ પતંગનો દોરો ન આપતાં 10 વર્ષના બાળકે ખાધો ફાંસો

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે. જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને પાઠ ભણાવવા પતિનું કારસ્તાન, સુરતમાં બેંકના મેનેજરના મોપેડની ડીકીમાં આવું મુક્તા પોલીસ થઈ દોડતી

માઠું લાગી જતાં મોત

સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે. ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં. જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યાં હતાં. જો કે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતાં બે નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું. જેથી તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ચોંકાવનારા આપઘાતની તપાસ શરૂ

10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી. જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતાં. બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો