VIDEO: ગોધરાના કનેલાવ પિકનિક પોઈન્ટ નજીક દુર્ઘટના,કૂવામાં પડી જતાં યુવકનું મોત
સોર્સ : gstv
પંચમહાલના ગોધરામાં કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા એક કૂવામાં યુવક પડી જતાં તેનું મોત નીપજ્યું છે. મૃતક યુવક સ્ટેશન રોડ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફાયર વિભાગે સ્થાનિક લોકોના સહયોગથી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો હતો. હાલ ગોધરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવક કૂવામાં કેવી રીતે પડ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

