VIDEO: ગોધરામાં તંત્ર એક્શનમાં: ૨૫ ટ્યુશન ક્લાસીસ અને ૩ કોમ્પ્લેક્સને નોટિસ
સોર્સ : gstv
લખનઉમાં સર્જાયેલી આગની ગંભીર દુર્ઘટના બાદ ગોધરા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને એક્શન મોડમાં આવ્યું છે. ગોધરા શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને ફાયર સેફ્ટીના સાધનોના અભાવ બદલ ૨૫ જેટલા ટ્યુશન ક્લાસીસ અને ૩ મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સને કડક નોટિસ ફટકારી છે.

