Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal news: Scam of Rs 2.79 crore in Samagra Shiksha Abhiyan, complaint against 6

Panchmahal news: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ
સોર્સ : gstv

 પંચમહાલ જિલ્લાના સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને  સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે 2.79 કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત કરતા બે કરાર આધારીત કર્મી અને ચાર એજન્સીઓ સામે ફરીયાદ ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

App Store

જાણો શું છે સમગ્ર મામલો

વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત ગોધરા ખાતે  કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કચેરીના હિસાબી અધિકારી (વર્ગ-2) રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સર્વ શિક્ષા અંતગર્ત શાળાઓમાં એજન્સી દ્વારા  સાધનો નહીં આપીને આર્થીક લાભ મેળવવા બદઇરાદાપુર્વક પડયંત્ર રચીને મેળાપણાપણાથી સરકારી નાણા કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી છે. સરકારી ખરીદી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરી ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં એજન્સીઓના ખાતામાં જમા કરાવી હતી.આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પોલીસે આ મામલે કુલ 6 શખસો સામે ગુનો નોંધાયો

•પૂજનકુમાર રમેશચંદ્ર જોષી (રહે. હિંમતનગર, સાબરકાંઠા)

•નિતિનકુમાર જયંતીભાઈ પટેલ (રહે. હિંમતનગર, સાબરકાંઠા)

•જે.એસ. કોમ્પ્યુટરના માલિક (ગોધરા)

•વેદીકા એન્ટરપ્રાઈઝના માલિક (રાજકોટ)

•અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સના માલિક (રાજકોટ)

મુખ્ય આરોપ

•ખોટા બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવી.

•એજન્સીઓને સાધનો પૂરા પાડ્યા વગર જ પેમેન્ટ ચૂકવી દેવું.

•ચેક રજિસ્ટરમાં છેકછાક કરી અને ખોટી એન્ટ્રીઓ પાડી વ્યવહારો છુપાવવાનો પ્રયાસ.

•સરકારી નાણાં કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી ગુનાહિત કાવતરું રચવું.

ગોધરા પોલીસે આ મામલે બી.એન.એસ. (B.N.S.S.)ની કલમ 316(5), 336(3), 338, 340(2), 61(2)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રાથમિક શિક્ષણ અધિકારીની બનાવટી સહીઓ કરી બિલ પાસ કર્યા

કરાર આધારિત કર્મચારીઓ એ ખાનગી એજન્સીઓ સાથે મળીને બનાવતી દસ્તાવેજો બનાવીને કરવામાં આવ્યા હતા. આ નાણાકીય કૌભાંડમાં કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બનાવટી સહીઓ કરીને સરકારી ગ્રાન્ટો ખાનગી એજન્સીઓના ખાતામાં જમા કરાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. બંને ભેજબાજો શિક્ષણ અધીકારીઓ વાઉચર અને બિલોની તપાસણી કરે તો ભાંડો ફુટવાની ભીકે ભેજાબાજો પ્રાથમિક શિક્ષણ અધિકારી રજા પર હોય ત્યારે, તેની બનાવટી સહીઓ કરીને ખોટા હુકમો બનાવી તેમજ બનાવટી બીલો બનાવી કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. 

કરાર આધારીત કર્મીની બદલી થયા બાદ 29 લાખ ઓનલાઇન ચુકવ્યા

કરાર આધારિત બંને કર્મચારીઓએ પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોમ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસ બનવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્માર્ટ બોર્ડ સહિતની મશીનરી અને ફાયર સેફટીના સાધનોની ખરીદીના ખાનગી એજન્સીઓ સાથે મેળાપીપણું કરી માત્ર બોગસ બીલો રજુ કરી 2.79 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પૂજન જોષીની બદલી થતા છુટા થયા બાદ સરકારી ગ્રાન્ટની 29 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઇન એજન્સીઓ નામે ખાતાંમાં ટ્રાન્સફર કર્યાનુ તપાસમાં બહાર આવ્યું છે.

પંચમહાલ જિલ્લાના સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે 2.79 કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત કરતા બે કરાર આધારીત કર્મી અને ચાર એજન્સીઓ સામે ફરીયાદ ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કરાર આધારીત કર્મચારી પૂજન જોષી અને નિતિન પટેલે સરકારી ધારા ધોરણ મુજબ સાધનોની ખરીદી નહીં કરીને બનાવટી બિલો બનાવીને બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાં નાણા ખાનગી એજન્સીઓ ચુકવણુ કરી દીધું છે.