Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : married woman jumped into a well with her five-month-old son to her death

Panchmahal news: પાંચ માસના પુત્ર સાથે પરિણીતાએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સાસરિયાઓ સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: પાંચ માસના પુત્ર સાથે પરિણીતાએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સાસરિયાઓ સામે ગુનો દાખલ
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના મોરવાહડફના માતરિયા વેજમાં ગામે પાંચ મહિનાના પુત્ર સાથે પરિણીતાએ કૂવામાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટના મામલે પતિ,સાસુ અને દિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે. 

App Store

પતિના અફેરને લીધે ઘર કંકાસ થતો હતો

પંચમહાલના મોરવાહડફના માતરિયા વેજમાં ગામે પાંચ મહિનાના પુત્ર સાથે પરિણીતાએ કુવામાં પડતું મુકી આપઘાત કર્યો છે. પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ઘર કંકાસ થતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. કુવામાંથી માતા અને પુત્રના મૃતદેહ બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પિયરીયાએ પતિ,સાસુ અને દિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે.