મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરામાં અંગત અદાવતે તલવારના ઘા મારી યુવાનની કરાઈ જાહેરમાં હત્યા

પંચમહાલના ગોધરામાં અંગત અદાવતમાં એક યુવક પર મોડી રાત્રે કેટલાક શખ્સો દ્વ

પંચમહાલ: ગોધરામાં અંગત અદાવતે તલવારના ઘા મારી યુવાનની કરાઈ જાહેરમાં હત્યા

પંચમહાલના ગોધરામાં અંગત અદાવતમાં એક યુવક પર મોડી રાત્રે કેટલાક શખ્સો દ્વારા તલવારથી હુમલો કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: પદ્મકુંવરબા હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિની ઘટનામાં બે ડૉક્ટર સસ્પેન્ડ, આયાની નોકરી ગઇ

ગોધરામાં આવેલ જૂના ડાકોર રોડ પર મુન્ના ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક યુવાનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. યુવાનને લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલો જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં જ યુવકે દમ તોડ્યો હતો. 

અગાઉના ગુનાઓની અંગત અદાવત રાખી કરાઇ હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાના ફરિયાદી ઓવેશ મોહમદ હનીફ ભાગલીયાએ પોલીસને જણાવ્યું હતું કે આજે મોડી રાતના ત્રણ વાગ્યાની આસપાસ મુન્ના ફળિયાની બહાર રોડ ઉપર મરણ પામનાર મોહસીન મોહમદ હનીફ ભાગલીયા ઉર્ફે ચૂચલાને એક આરોપી સાજીદ ઈલ્યાસ ભમેડીએ ચાકુથી પગમાં ઘા માર્યા હતા. બીજાએ અનવર બસીર હયાત દ્વારા મોહસીનને તું કેમ અમારી સાથે 307ની મેટરમાં સમાધાન કરતો નથી તેમ કહીને અગાઉના ગુનાઓની અંગત અદાવત રાખી લોખંડની પાઇપ અને લોખંડના હથોડાથી શરીર ઉપર ગંભીર પ્રકારે મારવા લાગ્યા હતા. જ્યારે ઈરફાન બસીર હયાત અને હસન બસીર હયાત તલવાર વડે મોહસીન મોહમ્મદને ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના મવડીમાં કેટરર્સના સંચાલક પર થયો ઘાતકી હુમલો

આ ઘટના બાદ આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક મોહસીનને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ મોહસીનનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગોધરા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી બી-ડિવિઝનના પીઆઈ આર.કે.રાજપૂતે તમામ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો