લોકસભા ચૂંટણી : મનસુખ માંડવિયા સામે પોસ્ટર વોર બાદ પત્રિકા વોર શરૂ, 'જાગો જાગો કોળી સમાજ...'
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે પ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે પોસ્ટર વોર બાદ પત્રિકા વોર શરૂ થયું છે. કોળી સમાજ તેમજ ક્ષત્રિય સમાજના ત્રણ જેટલા યુવાનોએ ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી છે. જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ શહેરમાં વહેંચતા હતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
સત્ય જાણીને મતદાન કરવા ટકોર કરવામાં આવી
કોળી સમાજને ટકોર કરતી પત્રિકામાં પોરબંદરમાં લોકસભા ચૂંટણી લડવા ભાવનગરથી આવેલા ભાજપ ઉમેદવાર વિશે સત્ય જાણીને મતદાન કરવા ટકોર કરવામાં આવી હતી.
ભાવનગરના કોળી સમાજનાં આગેવાન જગદીશભાઈ પરમાર, યુવરાજસિંહ કેશુભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતી કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી અશોક મકવાણાની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન
નોંધનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. પરિણામે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.






