ભારે વરસાદથી ડાંગરનો પાક ધોવાયો, સુરત-તાપી જિલ્લાના ખેડૂતોને હજાર કરોડનું ધીરાણ 0% વ્યાજે આપવા માગ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ ખૂબ વરસ્યો હતો. જેના કારણે ડાંગરના ઉભા પાકન

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ ખૂબ વરસ્યો હતો. જેના કારણે ડાંગરના ઉભા પાકને માઠી અસર થઈ હતી. ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ રીતની સ્થિતિ થઈ હોવાથી રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની વ્હારે આવી છે. ત્યારે સુરતમાં પણ બેંકો એ રીતે મદદ માટે આગળ આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
ડાંગરના પાકને નુકસાન
રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની વ્હારે આવતા 1000 કરોડની રકમનું ધીરાણ 0 % વ્યાજે આપવાની જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે. ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને 1000 કરોડની રકમનું ધીરાણ 0% વ્યાજે ખેડૂતોને આપવા માંગ કરવામાં આવી રહી છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે માંગ કરી છે કે, આ વખતે ભારે વરસાદમાં ડાંગરનો પાક ધોવાયો છે.
40 ટકા પાક ધોવાયો
40 % ડાંગરનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોની સ્થિતિ સારી નથી. જેથી જયેશ રાદડિયાએ જે પ્રમાણે ખેડૂતોની વ્હારે આવ્યા છે. તે પ્રમાણે સુરત ડિસ્ટ્રીકટ બેન્કના સત્તાધીશો પણ નિર્ણય કરે તે જરૂરી છે. જેથી આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોને સધિયારો મળી રહે તેમ છે. જેથી ખેડૂતોને પણ સપોર્ટ થાય તે હેતુથી નિર્ણય કરવો જરૂરી છે.






