ચાચરવાડી ગામના ખેડૂતો બેહાલ:1500 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ, સંખ્યાબંધ ખેડૂતોએ કરી હિજરત
અમદાવાદના વાસણા ચાચરવાડી ગામના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ચાચરાવાડી ગામની ખેતીલાયક અને ગૌચર જમીનોનો મામલે વિરોધ છે

અમદાવાદના વાસણા ચાચરવાડી ગામના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ચાચરાવાડી ગામની ખેતીલાયક અને ગૌચર જમીનોનો મામલે વિરોધ છે. જેમાં ખાનગી કંપનીએ કુદરતી પાણીનો રસ્તો બંધ કર્યો છે. 1500 હેક્ટરથી વધુની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. સાણંદ મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે પાણીનો નીકલ જલ્દીથી જલ્દી આવે.
પાકું બાઁધકામ કરીને લોકોએ દબાણ કર્યું હોવાનો આરોપ
પાણીનો નિકાલની કોઈ વ્યસ્થા કરવામાં આવી નથી. ગેલોપ્સ ઈન્ડ઼સ્ટ્રીયલ સેઝના લીધે ગામ બેટમાં ફેરવાય છે. ગમાના તળાવવી ફરતે સંખ્યાબંધ જગ્યા પર પાકું બાઁધકામ કરીને લોકોએ દબાણ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કેટલાક ખેડૂતો ચાચરવાડી ગામમાંથી હિજરત
ચોમાસાની ઋતુમાં ગામમાં આ તમામ દબાણને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતો ચાચરવાડી ગામમાંથી હિજરત પણ કરી ગયા છે.






