ડ્રગ્સ કેસમા પકડાયેલા 3માંથી 1નો ભાજપના નેતાઓ સાથે ઘરોબો! પાટિલ-સંઘવી સાથેના ફોટો વાયરલ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી વખતે જ આરોપીઓને ઝડપી

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી વખતે જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા 3માંથી એક આરોપી કથિત રીતે ભાજપનો કાર્યકર્તા પણ હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ આરોપીને ભાજપના વરિષ્ઠ નેતા પાટિલ અને સંઘવી સાથે ખાસ ઘરોબો હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે.
આઈસ્ક્રિમના પાર્લર ચલાવે છે વિકાસ
પકડાયેલા આરોપીઓમાં ભાજપ અને હિન્દુ સંગઠન સાથે વિકાસ આહીર તેના 2 સાગરીતો સાથે ઝડપાયો છે. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમના પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસના 6 આઈસ્ક્રીમ પાર્લર છે. વિકાસની સાથે ચેતન શાહુ અને અનિષખાન પઠાણની ધરપકડ કરાઇ છે. તેમની પાસેથી 354 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. છેલ્લા 1 મહિનાથી પોલીસ આ ઈસમો પર વોચ રાખી રહી હતી. પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યુ નથી. જો કે તપાસ ચાલી રહી છે. 35 લાખના ડ્રગ્સ સહિતની કાર એમ મળીને અંદાજે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ગોપાલ ઈટાલિયાએ ફોટો જાહેર કર્યા
ગોપાલ ઈટાલિયાએ મેટા એક્સ (ટ્વિટર)પર ફોટો સાથે લખ્યુ ક્, વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન હિંદુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે પચાસ જેટલા ગુંડાઓની ટોળી લઈને “હિન્દુ યુવા વાહિની”ના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી @sanghaviharsh નો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો. આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં અઝીઝ ખાન તેમજ મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે. નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિંદુઓનાં છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો.
કોંગ્રેસના નેતાએ કર્યા આરોપ
કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ લખ્યુ કે, વિકાસ આહીર આમ તો પોતાને વર્ષો સુધી યોગી આદિત્યનાથની સંસ્થા "હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ" તરીકે ચિત્રનાર તેમજ ભગિની સંસ્થાઓમાં વધુ પડતો સક્રિય રહી પોતે કહેવાતા "કટ્ટર હિન્દુવાદી અને ગૌ રક્ષક"ની છાપ ઉપસાવનાર, પોતાના ગોરખધંધામાં હરહંમેશ માત્ર નામનાં મુસ્લિમ સમાજનાં અસામાજીક તત્વો સાથેનાં મેળાપીપણાં અગ્રેસર રહેનાર એમ.ડી. ડ્રગ્સનાં વેપારમાં સુરત શહેરની એસ.ઓ.જી. પોલીસનાં હાથે ઝડપાયો તેની સાથે રેહાન જમીલ અંસારી એ જમીલ અંસારી ઉર્ફ જમીલ બિરયાની (ઉપપ્રમુખ,ભાજપ લઘુમતી મોરચા - સુરત) નો પુત્ર પણ ઝડપાયો.ભગિની સંસ્થા તેમજ શાસક પક્ષ ભાજપની આડમાં ગોરખધંધા કરનાર દેશનાં યુવાધનને બરબાદ કરનારાઓ ને સૌ ઓળખે જરૂરી છે.સુરતની તમામ ભગિની સંસ્થાઓ આ અસામાજીક તત્વો વિરુદ્ધ પોલીસ કમિશ્નરશ્રીને કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી સાથે સમાજહિતમાં રજુઆત કરશે એવી અપેક્ષા રાખુ છું તેમજ ભાજપનાં ટોચનાં નેતાઓ આવા અસામાજીક તત્વો સાથે સ્નેહ મિલન કાયમી બંધ કરી ફોટા પડાવવા થી અંતર રાખે એવી અપીલ કરૂં છું.








