મતદાન ખાસ કરો: રન ફોર વોટ કાર્યક્રમનું વિવિધ શહેરમાં આયોજન, મેરેથોન રેલીમાં લોકોએ મતદાનની કરી અપીલ
રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ શહેરોમાં લોકોમાં મતદાન જાગૃતિ

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ શહેરોમાં લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે રનફોર વોટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મેરેથોનમાં દોડીને મતદાન કરવાની અપીલ કરી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
બીજી તરફ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર આ મેરેથોનનું આયોજન કરવમાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર જિલ્લા ઇલેક્શન અધિકારી તેમજ અમદાવાદના કલેકટર ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ
રેલીને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં મુખ્ય ઉદ્દેશ લોકો વધુમાં વધુ મતદાન કરે. રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મતદાતા જાગૃતિ અંગેનો એક વિશેષ કાર્યક્રમ રન ફોર વોટ યોજવામાં આવ્યો હતો.
રન ફોર વોટ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે કોઈ પણ મતદાર પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટેની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે.






