રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં ધોધમાર વરસાદ, પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત

રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.






