મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં ઓરંગા નદીએ સીમા ઓળંગતા ખેતરો પાણીમાં ગરકાવ, ડ્રોનની આંખે તબાહીની તસવીરો

ઉપરવાસમાં ભારે વરસાદ અને લઈને વલસાડની ઓરંગા નદી પોતાની સીમાઓ ઓળંગીને નજી

વલસાડમાં ઓરંગા નદીએ સીમા ઓળંગતા ખેતરો પાણીમાં ગરકાવ, ડ્રોનની આંખે તબાહીની તસવીરો

ઉપરવાસમાં ભારે વરસાદ અને લઈને વલસાડની ઓરંગા નદી પોતાની સીમાઓ ઓળંગીને નજીકના વિસ્તારો સુધી તેનું પાણી પહોંચી ચૂક્યું હતું.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા તો નજીકના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ઔરંગા નદી એની ભયજનક સપાટીથી નીચે તો આવી છે. પરંતુ દરિયામાં ભરતી હોવાને કારણે હજી પાણી સંપૂર્ણપણે દરિયામાં ખેંચાઈ નથી રહ્યું જેને કારણે આજુબાજુના ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે.

હાલ વલસાડની ઓરંગા નદીના બે પુલ જેમાંથી એક કૈલાસ રોડ પરનો પુલ અને લીલાપુર નો પુલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં પોલીસે બેરીકેટ લગાવીને આવાજ બંધ કરી દીધી છે.ઔરંગા નદીના રોદ્ર સ્વરૂપ બાદ હાલની જે સ્થિતિ છે એ દ્રશ્યમાન થઈ રહી છે.

આ સમાચાર શેર કરો