મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ભેદભાવની નીતિ બંધ કરો'ના પોસ્ટર સાથે વિપક્ષે સુરત પાલિકાની સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો

સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા શરૂ થતાંની સાથે જ વિપક્ષે ભારે હો

'ભેદભાવની નીતિ બંધ કરો'ના પોસ્ટર સાથે વિપક્ષે સુરત પાલિકાની સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો

સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા શરૂ થતાંની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટની દુર્ઘટના બાદ પાલિકા દ્વારા ડોમ અને ફાયર એનઓસી અને બુયીના મુદ્દે આડેધડ સિલિંગની કાર્યવાહી કરી હોવાથી વિપક્ષ દ્વારા ભેદભાવની નીતિ બંધ કરોના પોસ્ટર અને નારેબાજી સાથે હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષે લગાવ્યા આક્ષેપ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભાજપ સરકાર ચોર છેના નારા લગાવવામાં આવ્યાં હતાં. અધિકારીઓ અને ભાજપના શાસકો મિલિભગતથી કામગીરી કરતાં હોય છે. જેથી સામાન્ય લોકોનો મરો થઈ રહ્યો છે. ભાજપના શાસકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર સામાન્ય લોકોના બાંધકામો બંધ કરાવાયા છે. જ્યારે ભાજપના શાસકોના નજીકનાના બાંધકામો ગેરકાયદે પણ ધમધમી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યાં હતાં.

નગરરાજ લાગુ કરવાની માગ

વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, દિલ્હીની જેમ નગરરાજ લાગુ કરવામાં આવે તે શાસક પક્ષ દ્વારા સાંભળી શકાયું નથી. બિલ્ડરો સાથેની શાસક પક્ષોની સાંઠગાંઠ છે. અમારી રજૂઆત મેયર દ્વારા સંભળાયું નહોતું. ગેરકાયદે એનઓસી વગરની બિલ્ડીંગો પર હાઈકોર્ટના કહેવા બાદ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હાઈકોર્ટની જ રાહ જોવાની હોય તો પાલિકા બંધ કરી દેવી જોઈએ. ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે. તે માટે અમારી રજૂઆત હતી કે તમામ માટે નિયમો સરખા હોવા જોઈએ અધિકારીઓ પર પગલાં લેવાવા જોઈએ.

આ સમાચાર શેર કરો