ક્ષત્રિય આંદોલન: કારડીયા રાજપૂત સમાજનો PM મોદીને ખુલ્લો ટેકો, ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રો

રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે. હજુય ક્ષત્રિયોનો ગુસ્સાનો પારો સાતમા આસમાને છે. ઠેર ઠેર ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ભાજપ માટે મોટા અહેવાલ સામે આવ્યા છે.
ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે કારડીયા રાજપૂત સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો
ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે કારડીયા રાજપૂત સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે. તેમજ તેમણે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં ભાજપને મત આપવા અપીલ કરી હતી.
ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં ભાજપના સમર્થનમાં મત આપવાની વાત જણાવી
કારડીયા રાજપૂત સમાજે ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં ભાજપના સમર્થનમાં મત આપવાની વાત જણાવી હતી. આ મામલે કારડિયા રાજપુત સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યુ.
સહુએ પીએમ મોદી સાથે ઉભા રહેવા નિર્ધાર કર્યો
૩મેના રોજ ભાવનગરમાં યોજાયેલ મહા સંમેલનમાં સહુએ પીએમ મોદી સાથે ઉભા રહેવા નિર્ધાર કર્યો છે.જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પરે જઈને આપણે સૌથી પહેલા ભારતીય છીએ. કમળને મત આપીને મા ભારતીનું મસ્તક ગર્વથી ઊંચુ રાખીએ. આજે ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચારનો અંતિમ દિવસ છે.






