મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોલક્તાની ઘટનાના પડઘા રાજ્યની વિવિધ હોસ્પિટલમાં પડ્યા, OPD અને વોર્ડ સર્વિસ બંધ

પશ્ચિમ બંગાળમાં જૂનિયર મહિલા ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં રોષ યથા

કોલક્તાની ઘટનાના પડઘા રાજ્યની વિવિધ હોસ્પિટલમાં પડ્યા,  OPD અને વોર્ડ સર્વિસ બંધ

પશ્ચિમ બંગાળમાં જૂનિયર મહિલા ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.દેશભરના અનેક શહેરમાં જુનિયર ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે ડોક્ટર સહિત તમામ નાગરિકોની માગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત ઈમરજન્સી વોર્ડ જ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ સિવિલની  OPD અને વોર્ડ સર્વિસ બંધ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી કોલકાતાના ડોકટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે. તેમજ ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે

 જામનગર સિવિલના 500 જુનિયર તબીબો હડતાળ પર

જામનગર સિવિલ હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ સુત્રોચાર સાથે ધરણાં કરી કોલેજ કંમ્પાઉન્ડમાં રેલી યોજી હતી. ડોકટરો દ્વારા જીજી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કરવામા આવ્યો હતો. જામનગર સિવિલના 500 જુનિયર તબીબો હડતાળ પર રહ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરો OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા હતા. જેને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દર્દીઓએ gstv સમક્ષ રડતા રડતા પોતાની વેદના ઠાલવી હતી અને જણાવ્યું હતુ કે તેમને ખૂબજ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરા સિવિલના તબીબો હડતાળ પર

કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે દેશભરમાં ડોક્ટરોમાં રોષ વ્યાપ્યો છે ડોક્ટરો હંમેશા જીવના જોખમે ઓપરેશનથી માંડીને દર્દીઓની સારવાર કરતા રહે છે અને સતત 24 કલાક કાર્યરત રહે છે. ત્યારે કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે ઠેર ઠેર દેખાવો અને રેલી યોજી ડોક્ટરની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેની માંગણીની સાથે સાથે દેશભરની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સલામતી માટે યોગ્ય પગલા લેવાની માંગણી પણ ડોક્ટર એસોસિયેશનનો દ્વારા કરવામાં આવી રહી છે. કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો