મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'એક જ દાદો, હનુમાન દાદો બીજું કોઈ નહીં', કોન્ટ્રાકટર અને અધિકારીઓને રાજ્યકક્ષાના મંત્રીએ ધમકાવ્યા

મોરબીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અ

'એક જ દાદો, હનુમાન દાદો બીજું કોઈ નહીં', કોન્ટ્રાકટર અને અધિકારીઓને રાજ્યકક્ષાના મંત્રીએ ધમકાવ્યા

મોરબીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અને વિસ્તારમાં દાદાગીરી કરતા અસામાજિક તત્વોને જાહેરમાં કડક ચેતવણી આપી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જનતાના કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

નબળા રોડ કામ બદલ એજન્સીઓ થશે બ્લેકલિસ્ટ

મંત્રી કાંતિલાલ અમૃતિયાએ રોડ રસ્તાના કામોમાં થતી ભ્રષ્ટાચારી અને નબળી કામગીરી સામે લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું કે, હળવદના બે અને વાંકાનેરના બે કામો નબળા હોવાનું ધ્યાને આવ્યું છે. આ કામોનું રિપેરિંગ કરાવ્યા બાદ જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે અધિકારીઓને પણ ટકોર કરતા કહ્યું કે, રોડની નબળી કામગીરી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

ગુંડાગીરી કરનારના મકાનો તોડી પાડીશું

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીએ ભારે આક્રમક અંદાજમાં કહ્યું કે, "મોરબીમાં ગુંડાગીરી નહીં ચલાવી લેવાય. અહિયાં એક જ દાદો છે - હનુમાન દાદા, બીજું કોઈ નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ દાદાગીરી કરશે તો તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, તેમના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવશે અને જરૂર પડશે તો ફરી પાસા કરીને જેલભેગા કરાશે.

જેલની ક્ષમતા વધારી છે, હવે જેલમાં જશો

તેમણે વધુમાં ટાંક્યું કે, મોરબી જેલની ક્ષમતા પહેલા 180 ની હતી, જે હવે વધારીને 320 કરી દેવામાં આવી છે. આ નિવેદન દ્વારા તેમણે અસામાજિક તત્વોને સંકેત આપ્યો છે કે ગુનેગારો માટે જેલમાં પૂરતી જગ્યા તૈયાર છે.

આ સમાચાર શેર કરો