સુરતમાં ઓનલાઈન i phone અને ફ્રીઝ વેચવાનું પડ્યું ભારે, ભેજાબાજે આ રીતે કરી છેતરપિંડી
સુરતના મોટા વરાછામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની પાસેથી ઓએલએક્સ પર i phone અને અન્ય વ્યક્

સુરતના મોટા વરાછામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની પાસેથી ઓએલએક્સ પર i phone અને અન્ય વ્યક્તિ પાસેથી ફ્રીઝ ખરીદી અમિત હિરપરા બોગસ રસિદ મોબાઈલ ફોન ઉપર મોકલી રૂપિયા 1.22 લાખની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ઉત્તરાણ પોલીસે અમિત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન ફોન વેચવા મૂક્યો હતો
મળતી વિગત મુજબ મોટા વરાછા ભવાની હાઈટ્સમાં રહેતા મહેશ ધીરુભાઈ પટેલ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ગત તારીખ 11 નવેમ્બર 2023 iphone 1 લાખમાં વેચાણ કરવા માટે olx વેબસાઈટ ઉપર મૂક્યો હતો. જે અંગે અમિત ભરત હિરપરાએ મહેશ પટેલનો સંપર્ક કર્યો હતો. તેમજ iphone ખરીદ કરવાનું કહ્યું હતું.
રસિદ દેખાડી છેતરપિંડી કરી
ઓનલાઈન એક લાખની રકમ મહેશના પુત્ર ધ્રુવીનના મોબાઈલ ફોન ઉપરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એમ કહ્યું હતું. ઉપરાંત તેને રકમ ટ્રાન્સફર કરી હોવાની રસિદ મોબાઈલ ફોનમાં દેખાડી હતી. બીજી તરફ મહેશે તપાસ કરતા બેંકમાં રકમ જમા થઈ ન હતી. રસિદ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ અમિત અન્ય હસમુખ માંગુકિયા નામની વ્યક્તિનું ફ્રિઝ 22,000માં ખરીદ કરીને નાણા આપ્યા નહિ હોવાનું જાણવા મળેલ છે, પોલીસે છેતરપિંડીના બનાવ અંગે અમિત હિરપરા વિરોધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








