મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં ઓનલાઈન ડિલિવરી કરતાં બોય વચ્ચે બબાલ, ગ્રાહકે ઓર્ડર કેન્સલ કરતાં તિક્ષ્ણ હથિયારથી હુમલો

વલસાડમાં સ્વીગી ડિલિવરી બોય વચ્ચે ઓર્ડર કેન્સલ થતાં આ બાબતે બબાલ થઇ હતી. મામલો ઉગ્ર

વલસાડમાં ઓનલાઈન ડિલિવરી કરતાં બોય વચ્ચે બબાલ, ગ્રાહકે ઓર્ડર કેન્સલ કરતાં તિક્ષ્ણ હથિયારથી હુમલો

વલસાડમાં સ્વીગી ડિલિવરી બોય વચ્ચે ઓર્ડર કેન્સલ થતાં આ બાબતે બબાલ થઇ હતી. મામલો ઉગ્ર બનતા એક ડિલિવરી બોયએ અન્ય ડિલિવરી બોય પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ઉગ્ર બબાલ બાદ હુમલો

વલસાડમાં ઓનલાઇન સ્વીગી ઉપર એક ગ્રાહકે ઓર્ડર કર્યો હતો. બાદમાં તે ઓર્ડર ગ્રાહકે કેન્સલ કરી નાખતા ડિલિવરી બોય વચ્ચે બબાલ થઈ હતી. ગ્રાહકે કરેલો ઓર્ડર કેન્સલ થતાં આ ઓર્ડર સ્વીગીમાં કામ કરતા અન્ય એક ડિલિવરી બોયના કારણે કેન્સલ થયો  હોવાનો વહેમ રાખીને ડિલિવરી બોય્ઝ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા એક ડિલિવરી બોય ચપ્પુ લઈને અન્ય એક ડિલિવરી બોયને મારવા દોડ્યો હતો. 

સોશિયલ મીડિયામાં ચર્ચા

ગુસ્સે ભરાયેલા તે ડિલેવરી બોયએ બે જેટલી ગાડીના ટાયરો ચપ્પુ વડે કાપી નાખ્યા હતા. આ ઘટનામાં સ્વીગીમાં કામ કરતા ડિલિવરી બોય એકઠા થયા હતા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે પણ આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બબાલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં swiggy ના ડિલિવરી બોય વચ્ચે થયેલી બબાલ ચર્ચાનું કેન્દ્ર બની હતી.

આ સમાચાર શેર કરો