મોટા સમાચાર / અમદાવાદમાંથી ઝડપાયેલા ચાર આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકામાંથી એકની અટકાયત
અમદાવાદ એરપોર્ટ પરથી ISIના ચાર આતંકીઓ પકડાયા હતા. મૂળ શ્રીલંકાના

અમદાવાદ એરપોર્ટ પરથી ISIના ચાર આતંકીઓ પકડાયા હતા. મૂળ શ્રીલંકાના વાતની એવા આ ચારેય આતંકવાદીઓ ISIની જેહાદી ટ્રેનિંગ લઈને આત્મઘાતી વિસ્ફોટ કરવા ગુજરાત આવ્યાં હતા. આ ચારેય આતંકવાદીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી, તેમજ તમામને અલગ-અલગ બેસાડી પૂછપરછ કરી હતી. ગુજરાત ATS સાથે કેન્દ્રની સુરક્ષા એજેન્સીઓ, તામિલનાડુ ATS અને શ્રીલંકન પોલીસ કેસમાં તપાસમાં જોડાઈ હતી. હવે આ ચારેય આતંકીઓ સાથે કનેક્શન ધરાવતા એક શખ્સની શ્રીલંકામાંથી અટકાયત કરવામાં આવી છે.
શ્રીલંકામાંથી 44 વર્ષના શખ્સની અટકાયત
અમદાવાદમાંથી ઝડપાયેલા ISIના ચાર આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકા ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TID દ્વારા શ્રીલંકામાંથી એક 44 વર્ષીય શખ્સની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકા ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તેની પૂછપરછ હાથ ધરી છે. શ્રીલંકામાંથી મોટું આતંકી નેટર્વક બહાર આવે તેવી પુરી શક્યતા રહેલી છે. આ ચાર આતંકીઓને તૈયાર કરવામાં આ શખ્સની ભૂમિકા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ચાર આતંકીઓ માંથી એકનો પિતા હાઇકોર્ટના જજનો હત્યારો
અમદાવાદમાંથી ઝડપાયેલા ISIના ચાર આતંકીઓમાંથી મોહંમદ નફરાનનો પિતા નિયાસ નૌફર હાઇકોર્ટના જજનો હત્યારો છે. નિયાસ નૌફરે 2004માં શ્રીલંકામાં હાઇકોર્ટના જજ સરથ અંબેપિટિયાની હત્યા કરી હતી. આ ગુના માટે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. નિયાસ નૌફર શ્રીલંકામાં પોટટ્ટા નૌફર તરીકે ઓળખાય છે.








