મહેસાણા: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત, અન્ય એક સારવાર હેઠળ, મોતનો આંકડો 9ને પાર પહોંચ્યો
રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. મહેસાણામાંથી બે બાળકોમાં શંકાસ્પદ બાળક

રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. મહેસાણામાંથી બે બાળકોમાં શંકાસ્પદ બાળકોમાં વાયરસના લક્ષ્ણો દેખાયા હતા. અમદાવાદમાં શંકાસ્પદ વાયરસથી બે બાળકોની સારવાર ચાલી રહી હતી. મહેસાણા એક બાળક વરેઠા ગામનો બીજું બાળક ડાબલા ગામનો વતની છે.
એક વર્ષના બાળકનું મોત નીપજ્યું
ત્યારે એક વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. અન્ય એક બાળકની સારવાર ચાલી રહી છે. અમદાવાદની હોસ્પિટલના તબીબોએ સેમ્પલ પુના મોકલ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ એક અઠવાડિયામાં આવશે. આરોગ્ય વિભાગે મહેસાણાના ગામમાં જઈને તપાસ હાથ ધરી છે. આરોગ્યની ટીમ બન્ને ગામમાં પહોંચી હતી, ગામમાં દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કર્યું હતું.
દહેગામના અમરાજીના મુવાડા ગામનો સાત વર્ષનો બાળક સિવિલમાં દાખલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુનેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે. જે અનુસંધાને દહેગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલુન્દ્રાની ટીમ દ્વારા કેસની વિગતો તપાસ કરવામાં આવી છે અને રોગ અટકાયત માટેના પગલાં હાથ ધરવામાં આવ્યું છે.
ગોધરાની બાળકીની તબિયત બગડતા વડોદરા ખસેડાઈ
ગોધરા તાલુકાના કોટડા ગામમાં રહેતી એક બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસનાં લક્ષણો દેખાતા હડકંપ મચી ગયો હતો.બાળકીની વધુ તબિયત બગડતાં વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી.






