મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાત: કંસારી તલાવડીમાં નાહવા પડેલા 3 પૈકી એક યુવક ડૂબ્યો, ફાયરના જવાનોએ આદરી શોધખોળ

કચ્છના ખંભાતમાંથી મોટા દુખદ અહેવાલ સામે આવ્યા છે. ખંભાતની નગરા સીમ વિસ્તારના ત્રણ મિત્રો મંગ

ખંભાત: કંસારી તલાવડીમાં નાહવા પડેલા 3 પૈકી એક યુવક ડૂબ્યો, ફાયરના જવાનોએ આદરી શોધખોળ

કચ્છના ખંભાતમાંથી મોટા દુખદ અહેવાલ સામે આવ્યા છે. ખંભાતની નગરા સીમ વિસ્તારના ત્રણ મિત્રો મંગળવારે કંસારીના કૃષિ સંશોધન કેન્દ્ર નજીક આવેલી તલાવડીમાં નહાવા માટે ગયા હતા. દરમિયાન ત્રણેય મિત્રો પૈકી નગરા સીમ વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષીય છત્રસિંહ ઝીણાભાઈ સોલંકી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 

એક યુવાનઅચાનક ડૂબ્યો

યુવાન અચાનક ડૂબ્યો હતો, અન્ય મિત્રો અચનાક થયેલી આ ઘટનાથી ગભરાઈ ગયા હતા.  જેથી સાથી મિત્રોએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ ખંભાત પાલિકાના ફાયર વિભાગને જાણ કરી

સ્થાનિકોએ ખંભાત પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ટીમ તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી.  

આ સમાચાર શેર કરો