'વન નેશન-વન ઈલેક્શન' મુદ્દે મંથન, પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
'વન નેશન-વન ઈલેક્શન'(એક દેશ-એક ચૂંટણી)ના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)એ વિવ

'વન નેશન-વન ઈલેક્શન'(એક દેશ-એક ચૂંટણી)ના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)એ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત સમિતિના 39 સભ્યો આજથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.
રાજકીય પક્ષોના નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા
જેપીસીના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમના વિચારો જાણશે. બીજી તરફ, સમિતિએ 20 મે 2026ના રોજ તમામ રાજકીય પક્ષોને પોતાના વિચારો રજૂ કરવા માટે ગાંધીનગર બોલાવ્યા છે.
ભાજપ-કોંગ્રેસે શું કહ્યું?
આ મુદ્દા પર ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે- ગુજરાત ભાજપ 'વન નેશન-વન ઈલેક્શન'નું સંપૂર્ણ સમર્થન કરે છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે- કોંગ્રેસ આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરશે. આ મુદ્દો જનતાના અધિકારો સાથે જોડાયેલો છે અને અમારી તમામ ચિંતાઓને સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. મહત્ત્વનું છે કે 'વન નેશન-વન ઈલેક્શન' માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા વકીલ પી.પી. ચૌધરી કરી રહ્યા છે. આ સમિતિમાં કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 સાંસદો અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે.
JPC ના અધ્યક્ષ અને સભ્યો (લોકસભાના 27 સભ્યો)
સભ્યનું નામ: પાર્ટી
પીપી ચૌધરી (અધ્યક્ષ): BJP
ભર્તૃહરિ મહતાબ: BJP
પ્રિયંકા ગાંધી વાડ્રા: કોંગ્રેસ
અનુરાગ સિંહ ઠાકુર: BJP
બાંસુરી સ્વરાજ: BJP
ડૉ. સંબિત પાત્રા: BJP
મનીષ તિવારી: કોંગ્રેસ
ધર્મેન્દ્ર યાદવ: SP
કલ્યાણ બેનર્જી: TMC
સુપ્રિયા સુલે: NCP (શરદચંદ્ર પવાર)
ડૉ. સીએમ રમેશ: BJP
પરષોત્તમ રૂપાલા: BJP
વિષ્ણુ દયાલ રામ: BJP
અનિલ બલૂની: BJP
વિષ્ણુ દત્ત શર્મા: BJP
બૈજયંત પાંડા: BJP
સંજય જયસ્વાલ: BJP
સુખદેવ ભગત: કોંગ્રેસ
છોટેલાલ: SP
ટીએમ સેલ્વાગણપતિ: DMK
જીએમ હરીશ બાલયોગી: TDP
અનિલ યશવંત દેસાઈ: શિવસેના (UBT)
ડૉ. શ્રીકાંત એકનાથ: શિંદે શિવસેના (શિંદે ગ્રૂપ)
શાંભવી ચૌધરી: LJP (રામવિલાસ)
કે. રાધાકૃષ્ણન: CPI (M)
ચંદન ચૌહાણ: RLD
બાળશૌરી વલ્લભનેની: જનસેના પાર્ટી
JPCના અધ્યક્ષ અને સભ્યો (રાજ્યસભાના 12 સભ્યો)
સભ્યનું નામ: પાર્ટી
ઘનશ્યામ તિવારી: BJP
ભુવનેશ્વર કલિતા: BJP
ડૉ. કે લક્ષ્મણ: BJP
કવિતા પાટીદાર: BJP
રણદીપ સિંહ સુરજેવાલા: કોંગ્રેસ
મુકુલ વાસનિક: કોંગ્રેસ
સંજય કુમાર ઝા: JD(U)
સાકેત ગોખલે: TMC
પી વિલ્સન: DMK
સંજય સિંહ: AAP
વી વિજયસાઈ રેડ્ડી: YSR કોંગ્રેસ
માનસ રંજન મંગરાજ: BJD








