સુરતમાં વધુ એક યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત, પરિવારે ગુમાવ્યો આર્થિક સહારો
સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક થતાં મોતને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સચિન વિસ્તારમાં ભંગ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક થતાં મોતને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતાં યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. 40 વર્ષીય યુવક ટ્રક લોડિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન જ ઢળી પડ્યો હતો. બાદમાં મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકની આશંકાએ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે.
હોસ્પિટલ પહોંચતા પહેલાં મોત
સચિન વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકનું અચાનક બેભાન થયા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં પહોંચતા યુવકને મૃત જાહેર કરાયો હતો. 40 વર્ષીય લાલચંદ સરોજ પરિવારનો એક જ આર્થિક સહારો હતો. હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સાથે પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. સચિન પોલીસે અકસ્માત મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બે સંતાનો પિતાવિહોણા બન્યા
લાલચંદને 2 વર્ષની દીકરો અને 5 વર્ષનો દીકરી છે. લાલચંદના મોતને લઈ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો હતો.યુવકના સ્નેહીજનોએ કહ્યું કે, લાલચંદ છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલા રહેતા હતાં. પરિવારનું તેઓ એકમાત્ર ગુજરાન ચલાવતા હતાં.








