રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખ્સની ર

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખ્સની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.
મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. મહેશ રાઠોડ પણ ગેમ ઝોન અગ્નિકાંડમાં સામાન્ય રીતે દાજ્યા હતા અને ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડના આરોપી 14 દિવસના રિમાન્ડ પર
TRP ગેમ ઝોનના અગ્નિકાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચે યુવરાજ સિંહ સોલંકી, નિતીન લોઢા અને રાહુલ રાઠોડની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે ત્રણેય આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
જીવતા ભુંજાયેલા 28માંથી 13 મૃતદેહોની ઓળખ થઇ
TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં પોલીસે સત્તાવાર રીતે 28 જણાના મોત નિપજ્યાનું જાહેર કર્યું છે જેમાંથી 13 જણાની ઓળખ મળી ગઇ છે. બાકીના 14 જણાવી ઓળખ થાય તેવી શક્યતા છે. 28 મૃતદેહોના ડીએનએ સેમ્પલીંગની કામગીરી પોલીસે કરી તમામ સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલી દીધા હતા.








