મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં માર્કેટ યાર્ડ પાસે અકસ્માતમાં એકનું મોત, સુરતમાં હિટ એન્ડ રન

પાટણમાં રાધનપુર માર્કેટ યાર્ડ પાસે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રોડ

પાટણમાં માર્કેટ યાર્ડ પાસે અકસ્માતમાં એકનું મોત, સુરતમાં હિટ એન્ડ રન

પાટણમાં રાધનપુર માર્કેટ યાર્ડ પાસે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રોડ ક્રોસિંગ કરતી વખતે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે ઘાયલ થયાં અને એકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં મૂળા રામ મારવાડીનું મોત થયું હતું જે રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે મજૂરી કામ કરતો હતો.

બાઈક ઉપર સવાર બે લોકો ઘાયલ જે બંને મેમદાવાદ ગામના રહેવાસી હતા. આ બંને ઇજાગ્રસ્તો સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રન

સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં BMW ગાડીએ એક ફોરવીલર અને ચાર ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જયો હોવાની જાણ થતા કાર ચાલક ફરાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આ સમાચાર શેર કરો