મિત્રની હત્યા થયા બાદ રિવોલ્વર લઈને કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા સુરતમાંથી એકને ઝડપી લેવાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હ

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલ્જીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વળકપ ભૂતબંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હથિયારો સંતાડ્યા હતા
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે , તે અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ , ચૂંદડી , સિક્કાઓ અને ભંગાર વીણવાની મજૂરી કામ કરતો હતો. આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા. જે હથિયારો તેણે ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા.પંદર દિવસ પહેલા તેના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ ઉર્ફે કાચા નામના ઇસમે કરી હતી. જેની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં દાખલ થઈ હતી. જેથી તેના મિત્રની હત્યા થયા બાદ તેના પર આશરે સાત એક દિવસ પહેલા અર્જુન નામના એક ઇસમે હુમલો કર્યો હતો તેમ જ આ વિસ્તારમાં તેની દુશ્મની અન્ય એક સમોસા સાથે શરૂ હતી. જેથી સંતાડેલ હથિયારો પોતાની સાથે લઈને ફરતો હતો.
ઉમરામાં બે ગુના નોંધાયેલા છે
પોલીસે બાતમીના આધારે આરોપીને હથિયારો સાથે ઝડપી પાડ્યો છે તેમજ વધુ પૂછપરછ દરમ્યાન તેણે એક હથિયાર કોઝવે બ્રિજના ફલર્ડ ગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખ્યા હોવાની કબુલાત કરી હતી આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો સાથે હથિયાર શોધવા માટેની કાર્યવાહી ચાલુ છે. પકડાયેલ આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો લાલજીભાઈ રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ચાર અને ઉમરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે જેમાં આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયેલો છે.








