અમદાવાદ: વટામણમાં પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત, પરિવારમાં શોકનો માહોલ
અમદાવાદ સહિત ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે ધોળકાના વટામણ ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે ધોળકાના વટામણ ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામમાં એક વ્યક્તિ તળાવમાં ડૂબી ગયા હતા. જે બાદ તેમને તળાવમાંથી બહાર કાઢી બેભાન હાલતમાં 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.
મૃતક વ્યક્તિનું નામ
હરજીભાઈ જીવાભાઈ મકવાણા(વર્ષ-65)






