મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં બે સ્થળે ગંભીર અકસ્માતમાં એકનું મોત, 5 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં

ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં બે સ્થળે ગંભીર અકસ્માત સર્જાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બોટાદમાં છકડો રીક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

બોટાદ જિલ્લામાં ગઢડાના માંડવધાર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માંડવધાર ગામ નજીક વળાંકમાં છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.

મૃતક યુવાન રામપરા ગામના જેનતીભાઈ મનજીભાઈ શીશા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે એકને ભાવનગર તો અન્ય બે લોકોને બોટાદ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતી કાર ટોલ ટેક્સમાં ઘુસી

અમદાવાદ જિલ્લામાં બગોદરા ટોલ ટેક્સ પર કારનો અકસ્માત સર્જાયો હતો. લીમડી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટોલ બુથ સાથે અથડાઈ હતી. અકસ્માતના લાઈવ દ્રશ્યો CCTV  મારફતે સામે આવ્યા હતા. અકસ્માતમાં કાર પલ્ટી ખાઇ જતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બગોદરા 108 દ્વારા ઇજાગ્રસ્તોને બગોદરા CHC સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો