સુરતમાં હીરા ઘસવાની સરણની ચોરી કરતો એક ઝડપાયો, સસ્તા ભાવે બારોબાર વેચી મારતો
વિશ્વના 10માથી 9 જેટલા હીરાને ચળકાટ આપવાનું કામ સુરતમાં થાય છે. સુરતમાં હીરા સરણ પર ઘસવામાં આવતાં હોય છે. ત્યારે આ સરણને સ

વિશ્વના 10માથી 9 જેટલા હીરાને ચળકાટ આપવાનું કામ સુરતમાં થાય છે. સુરતમાં હીરા સરણ પર ઘસવામાં આવતાં હોય છે. ત્યારે આ સરણને સમયાંતરે મંજાવવાની જરૂર રહેતી હોય છે. ત્યારે માંજેલી સરણ દુકાન બહારથી ચોરી કરવામાં આવતી હતી. ત્યારબાદ આ જ સરણને સસ્તા ભાવે વેચી મરાતી હોવાનું આરોપી પકડતાં સામે આવ્યું છે.
બાઈકની પણ ચોરી કરી
કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં હીરાના કારખાના મોટી સંખ્યામાં આવેલા છે. સાથે જ હીરાના કારખાનામાં ઉપયોગમાં લેવાતી સરણને માંજવાની દુકાનો પણ આવેલી છે. આ દુકાનોમાં સરણ માંજ્યા બાદ તેને દુકાનની બહાર મૂકી રાખવામાં આવતી હોય છે. જો કે, આ સરણને એક લાવારિસ ઈસમે ચોરી કરી હતી. સરણને લઈ જવા માટે બે બાઈકની પણ ચોરી કરવામાં આવી હતી.
સસ્તા ભાવે વેચી મારતો હતો
કાપોદ્રા વિસ્તારમાં દુકાનની બહારથી સરણની ચોરી કરવામાં આવી હતી. બાદમાં તેને ચોરીની બાઈક પર જ લઈ જવામાં આવતી હતી. બાદમાં સરણ સસ્તા ભાવે આરોપી વેચી મારતો હતો. બે બાઈક સહિત 10 જેટલી સરણ સાથે આરોપીને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. જીવન ગુજરાન ચલાવવા માટે આરોપી ચોરી કરતો હતો. તેની પાસેથી કાપોદ્રા પોલીસે 1 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.








