મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજી: છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદીના જથ્થા સાથે એકની ધરપકડ, ચોરીનો મુદ્દામાલ હોવાનો ખુલાસો

One arrested with 9.5 kg silver from Chhapri check post in Ambaji | અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. 8 લાખની કિં

અંબાજી: છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદીના જથ્થા સાથે એકની ધરપકડ, ચોરીનો મુદ્દામાલ હોવાનો ખુલાસો

અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. 8 લાખની કિંમતની ચાંદી અને કાર સાથે આરોપી સુરેશ કુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચાંદી કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

9.5 કિલો ચાંદી સાથે એકની ધરપકડ

અંબાજી પોલીસને બાતમી મળી હતી કે છાપરી ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યો છે. આ બાતમી મળતા જ અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું. 

બાતમીના આધારે જ એક કાર છાપરી ચેકપોસ્ટ પર પહોંચી હતી અને આ દરમિયાન તેની તપાસ કરવામા્ં આવતા કારમાંથી 9.5 કિલો ચાંદી સાથે આરોપી સુરેશ કુમાર શાંતિલાલ સોની ઝડપાયો હતો. આ ચાંદીની કિંમત 8 લાખ જેટલી થવા જાય છે. પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી રાજસ્થાનના સિરોહી પાસેના ગોયલી ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

મહત્ત્વપૂર્ણ છે કે થરાદ પાસેના એક ગામમાંથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઇ હતી. આ ચોરીની ચાંદીનો જથ્થો પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ખરીદી હોવાનું પોલીસને જણાવ્યું છે. આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે જ પકડાઇ ગયો હતો. પોલીસ પૂછપરછમાં સુરેશ કુમાર સોનીએ અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચોરીની ચાંદીનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો