ભરુચમાં ચાર માસ અગાઉ થયેલ યુવકની હત્યાના મામલે એકની ધરપકડ, ચાર હજુ ફરાર
ભરુચમાં દહેજ નજીક આવેલાં ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે અવાવરું જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં

ભરુચમાં દહેજ નજીક આવેલાં ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે અવાવરું જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. અને અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
પટેરિયાનો દિલીપકુમાર ઉર્ફે દિપક વડોદરાની આર્યા રોડ લાઈન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો અને જોલવા રહીને ડ્રાઇવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પી.એમ. કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલાન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દિપકના કાર્ડ દ્વારા તેના એકાઉન્ટમાંથી અલગ અલગ એટીએમમાંથી રૂપિયા ઉપડ્યા હોવાનું માલુમ પડ્યું. આ બાબતે પરિવારજનોને પુછતાં તેમણે કોઈ રૂપિયા ઉપાડયા ન હોવાનું જણાવ્યું. તેમજ આર્યા ટ્રાન્સ્પોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ એહમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડદેવડમાં વિવાદ થયો હોવાનું પણ જણાવ્યું હતુ.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ અરપોર્ટ પરથી ધરપકડ, બે મહિનાથી હતો ફરાર
જેથી તેઓની તપાસ કરતા કુલ પાંચ સાગરિતો શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ એહમદખાન, મહંમદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મહમદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે.
મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઇ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય ચાર સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી હતી. મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ જણાવ્યું હતુ. પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.






