વડોદરા : યુવતી પર 4 નરાધમોએ 3 દિવસ કર્યો ગેંગરેપ, ચોથા શખ્સે 20 દિવસમાં અનેકવાર કર્યો રેપ
વડોદરા શહેરના વારસીયા રીંગ રોડ વિસ્તારમાંથી વર્ષ 2016માં 28 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની હતી. આ

વડોદરા શહેરના વારસીયા રીંગ રોડ વિસ્તારમાંથી વર્ષ 2016માં 28 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ નરાધમોએ ત્રણ દિવસ ગેંગરેપ કર્યો હતો, બાદમાં ચોથા શખ્સે આ જ યુવતીને 20 દિવસ ગોંધી રાખીને અનેક વાર રેપ કર્યો હતો. વડોદરા સીટી પોલીસે નવ વર્ષ બાદ આ કેસના એક આરોપીની ધરપકડ કરી છે.
શાંતુ, કૈલાસ, કાંતુ અને કમલેશે સતત 3 દિવસ કર્યો ગેંગરેપ
આ કેસના આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં રહેતા શાંતુ ઇલુ નિનામા, કૈલાશ નામાલુમ ભાભોર, કાન્તુ નામાલુમ ભાભોર અને કમલેશ પીલુ નિનામા વડોદરામાં બાંધકામ સાઈટો પર મજૂરી કામ કરતા હતા.
30 જૂન 2016ના રોજ આ આરોપીઓએ સાઈટ પર સાથે કામ કરતી 28 વર્ષીય યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને રાજકોટ તરફ લઈ ગયા હતા, જયાં એક રૂમમાં ગોંધી રાખીને શાંતુ, કૈલાસ, કાંતુ અને કમલેશે સતત 3 દિવસ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.
કમલેશે સતત 20 દિવસ યુવતી પર અનેકવાર કર્યો રેપ
શાંતુ, કૈલાસ અને કાંતુએ 3 દિવસ બાદ આ યુવતીને કમલેશ પીલુ નિનામાને સોંપી દીધી હતી. કમલેશ નીનામાએ સતત 20 દિવસ સુધી યુવતીને ધાકધમકી આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપી શાંતુની 9 વર્ષ બાદ ધરપકડ
સિટી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે સામૂહિક દુષ્કર્મ ગુજારનાર આરોપી શાંતુ ઇલુ નિનામા વડોદરાના આજવા રોડ પર કામ કરે છે, જેના આધારે સીટી પોલીસ સ્ટેશનની ટીમે આજવારોડ પર બિલ્ડીંગ પર કામગીરી કરતી વેળા તેને ઝડપી પાડ્યો હતો. શાંતુની વધુ પૂછપરછ કરવા તથા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.








