મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં તથ્યકાંડ જેવી ઘટના, વૃદ્ધ મહિલાને કાર ચાલકે 4 કિમી સુધી ઢસડી, વૃદ્ધાનું મોત

રાજ્યમાં હિટ એન્ડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડની કાળી શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટ

રાજકોટમાં તથ્યકાંડ જેવી ઘટના, વૃદ્ધ મહિલાને કાર ચાલકે 4 કિમી સુધી ઢસડી, વૃદ્ધાનું મોત

રાજ્યમાં હિટ એન્ડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડની કાળી શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. રાજકોટમાં નબીરાએ વૃદ્ધ મહિલાને 4 કિમી સુધી ઢસડી હતી, મહિલા ચીસો પાડતા રહ્યા પણ કારચાલકે કાર રોકની જ નહોતી, અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકો કાર પાછળ દોડ્યા, કોઈ બાઈક લઈને, કોઈ અન્ય વાહન લઈને

સ્થાનિકો કાર પાછળ દોડ્યા, કોઈ બાઈક લઈને, કોઈ અન્ય વાહન લઈને નરાધમને પકડવાનો પ્રયાસ કર્યો પણ તે ફરાર થવામાં સફળ થયો હતો. અકસ્માતમાં 65 વર્ષીય વિજયાબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

 વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા

આ વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, ફરાર કાર ચાલકને દબોચવા માટે પોલીસ ટીમો કાર્યરત કરી છે. 

આ સમાચાર શેર કરો