મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: સુભાષનગરની સોસાયટીના હોદ્દેદારો મહિલાઓ પર લાકડીઓ વડે તૂટી પડ્યા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા બબાલ થઈ હતી. મળતા અહેવાલ પ્

ભાવનગર: સુભાષનગરની સોસાયટીના હોદ્દેદારો મહિલાઓ પર લાકડીઓ વડે તૂટી પડ્યા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા બબાલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે   પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે રહેતા હરેશભાઈ રવજીભાઈ ગોહિલ અને તેમના પરિવારના સભ્યો ઉપર સોસાયટીના હોદ્દેદારો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કરી માર માર્યાની ઘટના બની છે.

 કેટલાક શખ્સો મહિલાઓ પર તૂટી પડ્યા

સમગ્ર ઘટના અંગેના વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં કેટલાક શખ્સો મહિલાઓ પર લાકડી, દંડા અને ધોકાવાડે ક્રૂરતા પૂર્વક માર મારી રહ્યા છે. સગીરાને તો જમીન પર ઢસડી હતી, તો બીજી તરફ તેના વાળ ખેંચીને ઢોર માર માર્યો હતો. 

સગીરાને તો જમીન પર ઢસડીને માર માર્યો

જોકે ગઈકાલે આજ પરિવારના સભ્યોએ સોસાયટીના ઉપપ્રમુખ પર હુમલો કરી તેને ઈજાઓ પહોંચાડી હતી, જે ઘટના બાદ બીજા દિવસે સોસાયટીના હોદ્દેદારો દ્વારા આ પરિવાર ઉપર હુમલો કર્યાની ઘટના બની છે.

આ સમાચાર શેર કરો