મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PI અને PSIની બદલી મામલે ગૃહ વિભાગના તઘલખી નિર્ણયથી અધિકારીઓમાં રોષ, પરિવારથી જવું પડશે દૂર

PI અને PSIની બદલીમાં ગૃહ વિભાગની તઘલખી નિર્ણયથી અધિકારીઓમાં રોષ જોવા

PI અને PSIની બદલી મામલે ગૃહ વિભાગના તઘલખી નિર્ણયથી અધિકારીઓમાં રોષ, પરિવારથી જવું પડશે દૂર

PI અને PSIની બદલીમાં ગૃહ વિભાગની તઘલખી નિર્ણયથી અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૃહ વિભાગ દ્વારા PI અને PSIની એક જ ઝોનમાં બદલી નહીં કરવાના નિર્ણયથી પોલીસ અધિકારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જો કે પોલીસ વિભાગમાં શિસ્તભંગના પગલે કોઈ અધિકારીઓ આ મામલે જાહેરમાં બોલવા કે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવાથી ડરી રહ્યા છે.

ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા PI અને PSIની બદલી અંગે એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, PI અને PSIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં ફરજ બજાવી હોય તેવા PI અને PSIને નજીકના જિલ્લાઓમાં બદલી નહી કરી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય નાયબ પોલીસ અધિક્ષક- Dy.SP અને પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, રેન્જની કમાન સંભાળતા IPS ઓફિસરોને લાગુ પડશે નહીં એમ પણ જણાવવામાં આવ્યું હતું.

નવી પોસ્ટિંગ પોલિસીના અમલીકરણ માટે રાજ્યની ૯ રેન્જને આધારે ૩૪ જિલ્લા, ૪ કમિશનરેટને ઝોનમાં વહેંચવામા આવ્યા છે. જેમાં એક જ ઝોનમાં ઓગસ્ટ- ૨૦૨૪ની પાછલી અસરથી નોકરી કરી રહેલા ઓફિસરોની અન્ય ઝોનમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે. 

જો કે PI અને PSIની બદલીમાં ગૃહ વિભાગના તઘલખી નિર્ણયથી અધિકારીઓમાં રોષ મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓમાં ચર્ચા થઇ રહી છે કે, ‘પાંચ વર્ષમાં અમદાવાદ (કે કોઈ પણ સ્થળે) નોકરી કરી હોય તો બદલીના નવા નિયમ પ્રમાણે હવે 200 થી 250 કિ.મી. દૂર જવુ પડશે, 5-7 વર્ષથી સ્થાયી અને સેટ થયેલા બાળકોના અભ્યાસનું શું થશે?, માતા-પિતાની ગંભીર બીમાર અંગે કોઈ પ્રોપર નિયમ કે ખુલાસો કેમ નથી, 200 થી 250 કિ.મી દૂર બદલીને કારણે પરિવાર વિખેરાઈ જાય તેવી સ્થિતિ, પરિવારથી દૂર રહેવાના કારણે પોલીસ અધિકારીઓની માનસિક સ્થિતિ પર અસર જેવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓનો ગણગણાટ ચાલુ થયો છે.

PI અને PSIની બદલીના નવા નિયમને સમજો

આ સમાચાર શેર કરો