મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેની સામે તપાસ ચાલુ છે તે અધિકારીને જ રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી SITમાં સામેલ કરાયા?

રાજકોટ ગેમિંગ ઝોન દૂર્ઘટનામાં તપાસ અર્થે રચાયેલી SITની કમિટીમાંથી અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની નિ

જેની સામે તપાસ ચાલુ છે તે અધિકારીને જ રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી SITમાં સામેલ કરાયા?

રાજકોટ ગેમિંગ ઝોન દૂર્ઘટનામાં તપાસ અર્થે રચાયેલી SITની કમિટીમાંથી અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની નિમણૂંક રદ કરવા બીઇંગ મેશંત ફાઉન્ડેશનના સ્થાપક મિલિન્દ રેખા મુકેશ શાહે ગુજરાત સરકારને વિનંતી કરી છે.

અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની સામે છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા ખોટા સર્ટીફીકેટના આધારે ફાયર વિભાગમાં નિમણૂક લેવા બદલ તપાસ ચાલી રહી છે. 

તો જેની સામે સરકાર દ્વારા જ તપાસ ચાલી રહી હોય તેવી વ્યક્તિ શું નિષ્પક્ષ તપાસ કરી શકશે ? જો તે તપાસનો ભાગ બનીને અહેવાલ તૈયાર કરશે તો તેની વિશ્વસનીયતા કેટલી હશે ?

ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ આગ ના આવા બનાવો ના બને તેની સીધી જવાબદારી જેની છે, તેવા ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેંશનના વડા નલિન ચૌધરી હોદ્દાની રૂએ સીધા જવાબદાર બનતા હોવા છતાં આ SITની કમિટીમાં તે કેમ ના હોઈ શકે તેવો પ્રશ્નાર્થ થઈ શકે તેમ છે.

આ સમાચાર શેર કરો