મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે 'ન્યાય સભા'ના પોસ્ટર ફાડ્યા, અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગરના રાજકોટ રોડ પર સરીતા સોસાયટી પ

Bhavnagar news:  બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે 'ન્યાય સભા'ના પોસ્ટર ફાડ્યા, અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગરના રાજકોટ રોડ પર સરીતા સોસાયટી પાસે ગત ૨૯ જાન્યુઆરીની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ કોળી સમાજની 'ન્યાય સભા'ના પ્રચાર પોસ્ટરો ફાડી નાખતા ચકચાર મચી ગઈ છે.

 કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચાએ નોંધાવી

ઉલ્લેખનીય છે કે  બગદાણાના બનાવ સંદર્ભે યોજાનારી આ સભાના પોસ્ટરોને નુકસાન પહોંચાડી આરોપીઓએ કોળી અને આહિર સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ  જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચાએ નોંધાવી છે.

બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો ગંભીર આરોપ

મળતા અહેવાલ પ્રમાણે  બે જ્ઞાતિઓ વચ્ચે તણાવ પેદા કરવાના આ હીન પ્રયાસને પગલે બોરતળાવ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો