છોટા ઉદેપુર / કરાલી PHCમાં નર્સની છેડતી કરી આરોપીએ પેન્ટ ઉતારી કર્યું અભદ્ર વર્તન
કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પશ્ચિમ બ

કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠ્યાં છે ત્યારે શાંત-સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં રોજ છે. મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર બળાત્કારની ઘટનાઓ બને છે. તો છેડતીની ઘટનાઓ પણ ખુબ બને છે.
છોટા ઉદેપુરના કરાલી PHCમાં નર્સની છેડતી
છોટા ઉદેપુરના કરાલી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી એક નર્સ સાથે છેડતીની ઘટના ઘટી છે. કરાલી PHCની પાછળ રહેતા આરોપીએ બદઇરાદે નર્સને બાથમાં પકડી હતી, જો કે નર્સે તેને ધક્કો મારી પોતાનો બચાવ કર્યો હતો. જો કે આટલું ઓછું હોય એમ આરોપીઓએ નર્સની સામે જ પેન્ટ ઉતારીને અભદ્ર વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં નર્સે આરોપી વિરુદ્ધ કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.






