મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં નકલીની ભરમાર! નકલી પોલીસની ગેંગએ રેડ કરી 1.73 લાખનો કર્યો તોડ, ત્રણની ધરપકડ

ગુજરાતમાં નકલી માલ-સામાન જ નહી કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું

રાજ્યમાં નકલીની ભરમાર! નકલી પોલીસની ગેંગએ રેડ કરી 1.73 લાખનો કર્યો તોડ, ત્રણની ધરપકડ

ગુજરાતમાં નકલી માલ-સામાન જ નહી કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી. બાદમાં ધાક ધમકી આપીને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 1.73 લાખ પડાવી લીધા હતાં. 

પોલીસ બની રેડ કરી

સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. પાંચ જેટલાં ઇસમોએ પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે ત્રણ આરોપીને પકડી ધરપકડ કરી હતી. અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

ડી સ્ટાફની ઓળખ આપી

પોલીસ અધિકારીએ કહ્યુ કે, આરોપી મહેશ ડાંગરા, ભીખ્ખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ પરષોતમ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી હતી. ફરિયાદીએ સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ ઉંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો