હવે ગુજરાતમાં નકલી બોરવેલનું કૌભાંડ!, ભાજપના જ સાંસદે ઉઠાવ્યો મુદ્દો
રાજ્યામાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે ત્યારે હવે મહેસાણા-તારંગા-અંબાજી રેલવે લાઇનમાં બોરવેલમાં એક મોટું કૌભાંડ

રાજ્યામાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે ત્યારે હવે મહેસાણા-તારંગા-અંબાજી રેલવે લાઇનમાં બોરવેલમાં એક મોટું કૌભાંડ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાટણના સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે.
બનાવટી બોરવેલ દર્શાવી ખોટું વળતર મેળવી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા
તારંગા-અંબાજી-આબુ રેલવે ટ્રેકની જમીન સંપાદનમાં બનાવટી બોરવેલ દર્શાવી ખોટું વળતર મેળવી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા સાથે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખતા હડકંપ મચી ગયો છે.
ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલવે મંત્રીને એક પત્ર લખ્યો છે. રેલવે જમીન સંપાદનના કાર્યમાં બનાવટી બોરવેલ બનાવવામાં આવ્યા છે, જેમાં ખોટી માહિતી આપી મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે. ભરતસિંહ ડાભી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તારંગા-અંબાજી રેલવે લાઈનમાં જમીન સંપાદન માટે આલેખાયેલી બોરવેલની ખોટી જાણકારી આપવામા આવી છે. પત્ર મુજબ, 10થી 20 ફૂટની પાઈપને બોરવેલ તરીકે ગણાવવામાં આવી છે, જે એક મોટું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાંસદે રેલવે મંત્રીને પત્ર વિજિલન્સ તપાસની માગ કરી
એટલું જ નહીં આ કૌભાંડમાં રેલવેના ત્રણ અધિકારીઓની પણ સંડોવણી હોવાની ચર્ચા થઈ રહી છે. પાટણના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખી વિજિલન્સ તપાસની માગ કરી છે.








