સુરતમાં હવે નકલી CID ઈન્સપેક્ટર આવ્યો સામે, મહિલા જ્યાં જ્યા જતી તેની પાછળ જઈ કરતો આવું..
સુરતમાં અસલી કરતાં નકલી ચીજવસ્તુઓની સાથે પોલીસ બાદ હવે સીઆઈડી ઈન્સપેક્ટર પણ હોવાનું સામે આવ્

સુરતમાં અસલી કરતાં નકલી ચીજવસ્તુઓની સાથે પોલીસ બાદ હવે સીઆઈડી ઈન્સપેક્ટર પણ હોવાનું સામે આવ્યુ છે. મહિલાનો પછી કરીને સીઆઈડી ઈન્સપેક્ટરની ઓળખ આપનારો ઈસમ ઝડપાયો છે. મહિલાની રેકી થતી હોવાની જાણ થતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. જેથી હાલ નકલી સીઆઈડી ઈન્સપેક્ટર અસલી પોલીસના હાથે પકડાયો છે.
સતત ફોટો પાડી લેવાતા હતા
સિંગણપોર વિસ્તારમાં રહેતી મહિલાની પજવણી થઈ રહી હતી. તેણી જ્યાં જયાં જતી હતી ત્યાં ત્યાં તેની રેકી કરવામાં આવતી હતી. મહિલાના ફોટો પાડી લેવામાં આવતાં હતાં. જેથી કંટાળેલી મહિલાએ આ અંગે ફરિયાદ કરી હતી. તો પોતે CID ઈન્સપેક્ટર હોવાની ઓળખ આપી હતી. જેથી મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પાટણ ખાતેથી નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો હતો.
જાસૂસી કરાવાતી હતી
તપાસ કરતા સાચી હકીકત સામે આવી કે, અલથાણ એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઈન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ જાસૂસી કરવામાં આવતી હતી. આ સેન્ટર ચલાવતાં અજય રાય માટે કામ કરતો હતો. એક દિવસના ૧૦૦૦ રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પાડવાનું કામ સોંપ્યું હતું.બીજી બાજુ જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયૂર સોનવણેને પણ આરોપી બનાવ્યો હતો.તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચુક્યા છે.
લગ્ન માટે આવું કરતો
પીડિત મહિલાએ કહ્યુ કે, મારી સાથે લગ્ન કરવાના ઈરાદાથી 3 જુલાઈથી કોન્ટેક્ટમાં આવ્યો હતો. મને સપના દેખાડ્યા હતાં. ફાયનાન્સર હોવાનું કહ્યું હતું. લાલચ આપી હતી. હું તેની સાથે વાત ન કરું કે ફોન બંધ થાય તો મને હેરાન કરાતી હતી. ભાઈ ભાભી લંડન હોવાથી તેના વિઝા કેન્સલ કરાવવાની ધમકી આપતો હતો. સંબંધીઓને પણ ધમકાવવામાં આવતા હતાં. પીઆઈ રાઠોડ હોવાની ઓળખ અપાતી હતી.








