AHMEDABAD : પોલીસ જાપ્તામાંથી ફરાર કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ઝડપાયો, LCB અને SOGએ કરી ધરપકડ
Notorious accused Montu Namdar was caught | Ahmedabad News : પોલીસ જાપ્તામાંથી ફરાર કુખ્યાત આરોપી મોન્ટુ નામદારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ જાપ્તામાંથી ફર

Ahmedabad News : પોલીસ જાપ્તામાંથી ફરાર કુખ્યાત આરોપી મોન્ટુ નામદારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો મોન્ટુ ભાગીને પહેલા ગોંડલ અને ત્યાંથી ઉદયપુર ગયો હતો. પોલીસ તેને પકડવા ઉદયપુર જતા મોન્ટુ ત્યાંથી ભાગીને સુલતાનપુર પહોચ્યો અને પરત ઉદયપુર આવતા અમદાવાદ ગ્રામ્ય LCB અને SOGની ટીમે તેની ધરપકડ કરી હતી.
અસલાલી સર્કલ પાસેથી થયો હતો ફરાર
ભાજપના કાર્યકર્તાની હત્યા કરવાના કેસમાં મોન્ટુ નામદાર નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. ત્યાંથી તેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યો હતો. અમદાવાદ કોર્ટ માંથી પરત જતાં સમયે અસલાલી સર્કલ પાસેથી મોન્ટુ નામદાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. મોન્ટુ નામદાર ફરાર થતા પોલીસ જાપ્તામાં રહેલા એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.






