રાજકોટ: ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા કોઈ નથી તૈયાર, આ કારણ આવ્યું સામે
રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. જામનગ

રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. જામનગરના ફાયર અધિકારીએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાની ના પાડી છે. અમદાવાદના ફાયર અધિકારીએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાની ના પાડી છે.
અમદાવાદના ફાયર અધિકારી પણ રાજકોટ આવવા નથી તૈયાર
આ પહેલા અમદાવાદના ફાયર અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી, પરંતુ ફાયરના અધિકારી પણ રાજકોટ આવવા તૈયાર નથી. વર્ગ ત્રણના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારનાર અમિત દવેએ પણ જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.
રાજકોટ અગ્નિકાંડ પછી મનપામાં રાજીનામા આપવાનો સિસલિસો યથાવત રહ્યો છે. ટીપી શાખાના બે ઈજનેરોએ રાજીનામા આપવા માટે અરજી કરી હતી. બન્ને ઈજનેરોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. નીતિન રામાવત અને આર જી પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડ થયા પછી અત્યાર સુધી 15 સરકારી અધિકારીઓએ રાજીનામા આપ્યા
રાજકોટ અગ્નિકાંડ થયા પછી અત્યાર સુધી 15 સરકારી અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. હાલ જે બન્ને ઈજનેરે રાજીનામા આપ્યા હતા, તેમની થોડાક સમય પહેલાં જ TP શાખામાં બદલી કરવામાં આવી હતી.






