મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ નેતાઓને નીતિન નબીનની ટકોર; પ્રભારી જિલ્લામાં ન્યાયની વાતો કરો છો અને તમારા જિલ્લામાં માણસો સેટ કરી દો છો

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની પ્રદેશ પદાધિકારીઓ અને શહેર પ્રમુખો સાથેની

ભાજપ નેતાઓને નીતિન નબીનની ટકોર; પ્રભારી જિલ્લામાં ન્યાયની વાતો કરો છો અને તમારા જિલ્લામાં માણસો સેટ કરી દો છો

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની પ્રદેશ પદાધિકારીઓ અને શહેર પ્રમુખો સાથેની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષે સંગઠનની કામગીરી અને પદાધિકારીઓના વલણ અંગે અત્યંત કડક શબ્દોમાં ટકોર કરી હતી. ખાસ કરીને પ્રભારીઓની બેવડી નીતિ અને સોશિયલ મીડિયા પરની નબળી કામગીરી મુદ્દે નીતિન નબીને નારાજગી વ્યક્ત કરી હતી.

બેઠકમાં પ્રભારીઓની કામગીરી પર પ્રહાર કરતા રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે, તમે પ્રભારવાળા જિલ્લામાં જઈને ન્યાયની મોટી મોટી વાતો કરો છો, પરંતુ પોતાના જિલ્લામાં પોતાના જ માણસોને સેટ કરી દો છો. પ્રભારી જિલ્લામાં ન્યાયની વાતો કરવી અને પોતાના જિલ્લામાં પોતે જ પાર્ટી બની જવું એ નીતિ યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજનીતિ એ શોર્ટકટ નથી પણ મેરેથોન દોડ છે, અને માત્ર પદ મેળવવા માટે પાર્ટીમાં ન આવવું જોઈએ.

શહેર પ્રમુખો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિખામણ આપતા તેમણે કહ્યું કે, જો તમે તમારા હોદ્દાથી બે સ્ટેપ નીચે ઉતરીને કામ કરશો તો જ અપેક્ષિત પરિણામ મળશે. જનતા સાથે સીધો સંપર્ક ધરાવતા પ્રતિનિધિઓએ પોતાની છબી સારી રાખવી જોઈએ અને સમાજ પર પકડ મજબૂત બનાવવી જોઈએ, કારણ કે છેવટે તેનો ફાયદો પાર્ટીને જ થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષે સવાલ કર્યો કે, ગઈકાલની AI સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે કેટલા લોકોએ પોસ્ટ શેર કરી? આ સવાલના જવાબમાં હાજર રહેલા પદાધિકારીઓમાંથી માત્ર 30% લોકોએ જ હાથ ઊંચા કર્યા હતા. આ જોઈને નીતિન નવીને ટકોર કરી હતી કે જો જવાબદાર લોકોમાંથી જ માત્ર 30% લોકો સક્રિય હોય તો સંગઠન કેવી રીતે ચાલશે?

આ સમાચાર શેર કરો